jal kamal - narsinh mehta lyrics
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે …
કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ,
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ …
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ …
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
રંગે રૂડો રૂપે પૂરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો …
મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનલો,
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો …
લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરીઓ …
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવીયો …
બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો …
નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે …
બેઉ કર જોડી વિનવે સ્વામી! મૂકો અમારા કંથને,
અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યાં ભગવંતને …
થાળ ભરીને નાગણી સર્વે, મોતીડે શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો …
– અંતમાં ભાવિન કારિયા નાં જય શ્રી કૃષ્ણ.
Random Song Lyrics :
- lovesick - quixx iii lyrics
- losing my mind - real hypha, providence lyrics
- like raindrops (prod. by tsurreal x rossgossage) - kormiletsky lyrics
- o vento - red planet lyrics
- the well's run dry - dool lyrics
- road life - lmnz lyrics
- here - grandee lyrics
- imightslitmyfuckingwrists - sabian otb lyrics
- entropia - kovu (pl) lyrics
- #dosisderap x - trace ct lyrics